એક સુંદર નગરમાં એક દયાળુ દરજીની દુકાન હતી. તે જ નગરમાંથી રોજ એક ગજરાજ હાથી નદીએ નાહવા જતો હતો. દરજી રોજ હાથીને જોઈને તેને કેળાં અથવા સુંદર ફળો ખાવા આપતો. આ રીતે દરજી અને હાથી વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ.
એક દિવસ દરજી પોતાના કામમાં વ્યસ્ત હતો અને તેનો મૂડ ખરાબ હતો. હાથીએ રોજની જેમ પોતાની સૂંઢ દુકાનની બારીમાંથી અંદર લંબાવી. દરજીએ ગુસ્સામાં આવીને રોટલી કે ફળ આપવાને બદલે હાથીની સૂંઢમાં સોય ભોંકી દીધી.
હાથીને ખૂબ જ દુઃખ થયું, પણ તેણે ત્યાં કોઈ વિરોધ ન કર્યો અને શાંતિથી નદી તરફ જતો રહ્યો. નદીએ પહોંચીને હાથીએ પોતાનું પેટ ભરીને પાણી પીધું અને પોતાની સૂંઢમાં ગંદુ કાદવ વાળું પાણી ભરી લીધું.
પાછા ફરતી વખતે હાથી દરજીની દુકાને પહોંચ્યો અને પોતાની સૂંઢમાંનું ગંદુ પાણી દુકાનમાં રહેલા તમામ નવા સવેરા કપડાં પર છાંટી દીધું. દરજીના બધા જ કિંમતી કપડાં ખરાબ થઈ ગયા. દરજીને પોતાની ભૂલ સમજાઈ અને તેણે હાથીની માફી માંગી.