બાળ કવિતા

વાર્તા રે વાર્તા (Varta Re Varta)

વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતો,
ચપટી બોર લાવતો, છોકરા સમજાવતો!

એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીસાયો,
કોઠી પડી આડી, છોકરાએ બૂમ પાડી!

બાપુજીએ લાડુ આપ્યો,
લાડુ ખાતા ખાતા હસી પડ્યો!

વાર્તા રે વાર્તા (Varta Re Varta)