કવિતાઓ
કબૂતર ઘુ ઘુ કરે (Kabutar Ghu Ghu Kare)

કબૂતર મારું ઘુ ઘુ કરે,
રાખોડી પાંખોથી એ તો ઉડે!
અનાજના દાણા ચણવા જાય,
અગાશી પર બેસીને ગાય!
શાંતિનું એ તો પ્રતીક ગણાય,
જોઈને એને મન હરખાય!
ભોળું ભોળું પક્ષી અમારું,
કબૂતરભાઈ લાગે અતિ પ્યારું!