નાની મારી આંખ, એ જ્યોતિ કાંઈક કાંઈક,
એ તે કેવી અજબ જેવી વાત છે!
નાક મારું નાનું, એ સુંઘે ફૂલ મજાનું,
એ તે કેવી અજબ જેવી વાત છે!
નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન,
એ તે કેવી અજબ જેવી વાત છે!
નાનું મારું મોઢું, એ બોલે સારું સારું,
એ તે કેવી અજબ જેવી વાત છે!
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ,
એ તે કેવી અજબ જેવી વાત છે!
પગ મારા નાના, એ ચાલે છાનામાના,
એ તે કેવી અજબ જેવી વાત છે!