બાળ કવિતા

ચક્કીબેન ચક્કીબેન (Chakkiben Chakkiben)

ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા,
આવશો કે નહિ, આવશો કે નહિ?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો,
ઓઢવાને પીંછા આપીશ તને, આપીશ તને!

પહેરવાને સાડી, મોરપીંછા વાળી,
ઘમ્મરીયો ઘાઘરો આપીશ તને, આપીશ તને!

ચણવાને દાણા, પીવાને પાણી,
બા નહીં વઢશે, બાપુ નહીં વઢશે,
નાનો ભાઈ તને ઝાલશે નહિ, ઝાલશે નહિ!

ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા,
આવશો કે નહિ, આવશો કે નહિ?

ચક્કીબેન ચક્કીબેન (Chakkiben Chakkiben)