ટામેટું રે ટામેટું,
નદીએ નાહવા જતું હતું,
ખીચડી ખાતું હતું,
દહીં-વડું ખાતું હતું!
લાલ લાલ ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
ખાટું મીઠું ટામેટું,
સૌને ભાવે ટામેટું!
અડકો દડકો રમતું હતું,
છોકરાઓને રમાડતું હતું,
ટામેટું રે ટામેટું,
નદીએ નાહવા જતું હતું!