બાળ કવિતા

અડકો દડકો (Adko Dadko)

અડકો દડકો દહીં દડૂકો,
શ્રાવણ ગાજે ઉભો સૂકો!

કરમંડળમાં પાણી આવ્યું,
તે પાણી સાસુને પાયું,

સાસુજીએ હાર આપ્યો,
હાર મેં ભાઈને આપ્યો,

ભાઈએ મને ઘોડો આપ્યો,
ઘોડો ગયો સીમમાં,
સીમમાંથી ઘાસ આવ્યું,
ઘાસ મેં ગાયને આપ્યું,

ગાયે મને દૂધ આપ્યું,
દૂધ મેં બાને આપ્યું,
બાએ મને લાડુ આપ્યો,
લાડુ તો હું ખાઈ ગયો!

અડકો દડકો (Adko Dadko)